Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટંકારાથી ખાનપર જવાના રોડ પર કપાસ ભરેલા ટ્રકમાં આગ ભભૂકી

મોરબીના ટંકારાથી (Tankara)ખાનપર જવાના રોડ પર મેઘપર ઝાલા ગામના (Jhala village)પાટિયા પાસે પસાર થઈ રહેલ કપાસ ભરેલો ટ્રક (Cotton truck fire)જીવતા વીજ વાયરને અડકી જતા અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આથી હાલ સ્થનિકો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ કરીને ફાયર બ્રિગેડને જાણ કરાતા મોરબી ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવાઇ હતી.ઝાલા ગામના પાટિયા પાસે  આગની   ઘટના આગની ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાથી ઘુંનડા-ખાનàª
ટંકારાથી ખાનપર જવાના રોડ પર કપાસ ભરેલા ટ્રકમાં આગ ભભૂકી
મોરબીના ટંકારાથી (Tankara)ખાનપર જવાના રોડ પર મેઘપર ઝાલા ગામના (Jhala village)પાટિયા પાસે પસાર થઈ રહેલ કપાસ ભરેલો ટ્રક (Cotton truck fire)જીવતા વીજ વાયરને અડકી જતા અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આથી હાલ સ્થનિકો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ કરીને ફાયર બ્રિગેડને જાણ કરાતા મોરબી ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવાઇ હતી.
ઝાલા ગામના પાટિયા પાસે  આગની   ઘટના 
આગની ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાથી ઘુંનડા-ખાનપર તરફ જવાના રોડ પર મેઘપર ઝાલા ગામના પાટિયા પાસે આજે કપાસ ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો. ત્યારે આ ટ્રક વિજવાયરને અડકી જતા કપાસ ભરેલા ટ્રકમાં અચાનક જ આગ ભભૂકી ઉઠતા રોડ ઉપર કપાસ ભરેલો ટ્રક ભડભડ સળગવા લાગ્યો હતો. આથી ડ્રાઇવરે ટ્રકને હાઇવે રોડની સાઈડમાં ઉભો રાખી દીધા બાદ રાહદારીઓ દ્વારા જે હાથ લાગ્યું તે વાસણમાં પાણી ભરીને ટ્રક ઉપર લાગેલી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
આ બનાવની મોરબી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી હતી.આ ઘટનામાં ટ્રકમાં અંદાજીત 500 મણ કપાસ ભરેલ હતો, આગ લાગતા લાખો રૂપિયાના કપાસમાં નુકશાન પહોંચ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.